જામનગર જિલ્લા અને શહેરને સતત ભરડો લઈ રહેલા ડેન્ગ્યુ

  |   Jamnagarnews

જામનગર જિલ્લા અને શહેરને સતત ભરડો લઈ રહેલા ડેન્ગ્યુ રોગને અટકાવવા અને તેનાથી સંપૂર્ણ નાબૂદી મેળવવા માટે તંત્ર દ્વારા સતત ફોગીંગ, પોરાનાશક કામગીરી અને લોકજાગૃતિની ઝુંબેશ ચલાવાઇ રહી છે ત્યારે જામનગર શહેરમાં લોકો સ્વ-જાગૃતિથી ડેન્ગ્યુથી બચવા માટે સરળ ઉપાયો અને સાવચેતીના પગલાં લે તે માટે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સપ્તધારાની જામજોધપુર ટીમ દ્વારા શહેરના ઘાંચીવાડા, વામ્બે આવાસ, બેડીની સરકારી શાળા નં.40, બેડીના ધરારનગર અને નવાગામની ખડખડ શાળામાં કઠપૂતળીના ખેલ અને નાટક દ્વારા લોકજાગૃતિ લાવવામાં આવી હતી.

જામનગરમાં ડેન્ગ્યુ નાબુદી અભિયાનમાં સપ્તધારાની નવી પહેલ કરવામાં આવી હતી. જેમાં શેરી નાટક અને કઠપૂતળીના ખેલ દ્વારા લોકોને ડેન્ગ્યુ મચ્છરની ઓળખ, તેનાથી બચવા માટેનાં ઉપાયો, તેની ઉત્પત્તિ ન થાય તે માટેની તકેદારીના પગલાં અને જો ડેંગ્યુ તાવ આવે તો તેને અનુલક્ષીને ક્યા ક્યા પગલાં લેવા જોઈએ તે અંગેની સમજણ લોકોને પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી અમૃતિયાની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો તથા કાર્યક્રમની સંપુર્ણ કામગીરી આરોગ્ય વિભાગના નીરજભાઈ મોદી તથા વી.પી.જાડેજા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WF0pegAA

📲 Get Jamnagar News on Whatsapp 💬