ધંધુકા નજીક St બસ-બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત, કૂતરાને બચાવવા જતા 2 વ્યક્તિઓ ચગદાયા

  |   Gujaratnews

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધતી જાય છે, ત્યારે આજે સવારે અમદાવાદ બગોદરાથી ધંધુકા રોડ પર આવતા ફેદરા પાસે ગુજરાત સરકારની એસટી બસને અડફેટે બુલેટ સવાર આવી જતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે બુલેટ પર સવાર થઇને બે વ્યક્તિઓ અમરેલી તરફ જઇ રહ્યાં હતાં. અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, અને સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સવારે અમદાવાદ બગોદરાથી ધંધુકા રોડ પર ફેદરા પાસે એક બુલેટ સવારને અકસ્માત નડ્યો હતો. એવું કહેવાઇ રહ્યું છે કે બાઇક ચાલક રસ્તા પર ચાલતા કૂતરાને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો છે. કૂતરાને બચાવવા જતા બાઇક ચાલકનું બેલેન્સ બગડ્યું હતું. જે બાદ તે એસટી બસ સાથે અથડાતા બાઇક સવાર બંન્ને વ્યક્તિઓ એસટીનાં પૈડામાં ફસડાઇ ગયા હતાં. જેના કારણે બંન્નેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે....

ફોટો - http://v.duta.us/xMSguAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/u7j6gwAA

📲 Get gujaratnews on Whatsapp 💬