નાના ભાઇએ મોટા ભાઇની કરી કરપીણ હત્યા, માતાને આવી કહ્યું,'તારા છોકરાને પતાવી દીધો'

  |   Gujaratnews

'જર જમીન અને જોરું એ ત્રણેય કજીયાના છોરું'આ કહેવત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાપાના કુંડલા ગામે સાચી પડી છે. કુંડલા ગામે નાના ભાઈએ મોટા ભાઈની કરપીણ હત્યા કરી નાખી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાપા ગામના કુંડલા ફળીયાની આ વાત છે. કુંડલા ગામે 4 ભાઈઓ અને એક માતા એમ કુલ 5 જણનો પરિવાર ખેતી કરી પેટીયું રળે છે. જેમાં પોતાના ખેતરમાં ઉગેલ ઘાસના વેચાણ બાદ રૂપિયાની લેતી દેતી બાબતે બે ભાઈઓ વચ્ચે બોલા ચાલી થઈ હતી. જેમાં નાના ભાઈ કનૈયાભાઈ માવસિંહ પટેલ દારૂ પીધેલી હાલતમાં પોતાના ભાગમાં ઓછા રૂપિયા આવતા તેને મોટા ભાઈ મહેન્દ્ર ભાઈ ઉર્ફે ભાદરભાઈ પટેલને માથાના ભાગમાં લાકડાના ફટકા મારી માથું ફાડી નાખ્યું હતું. જેના પગલે માથામાં ગંભીર ઇજાઓ થતા મહેન્દ્રભાઈ ઉર્ફે ભાદરભાઈ પટેલનું મોત નીપજ્યું હતું....

ફોટો - http://v.duta.us/TIM8cgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/yiG4BAAA

📲 Get gujaratnews on Whatsapp 💬