પાટણ / ગાંધીધામ આંગડીયા લૂંટમાં સાડા નવ લાખ રોકડ સાથે રાધનપુર પાસે 4 આરોપીઓ ઝડપાયા

  |   Kutchhnews

પાટણ LCB અને રાધનપુર પોલીસે બે દિવસમાં જ લૂંટારુંઓને ઝડપી પાડ્યા

લૂંટના મુદ્દામાલ સાથે આરોપીઓ કલ્યાણપુરાના પુલ નીચે મળવાના હતા

પાટણ: ગાંધીધામની ગાંધી માર્કેટમાં બાબુલાલ આંગડીયા પેઢીના સંચાલક પર બે બુકાનીધારીઓએ હુમલો કરીને 11 લાખની લૂંટ ચલાવી લૂંટારું નાસી છૂટ્યા હતા. બે દિવસ પહેલા થયેલી લૂંટનો પાટણ એલસીબી અને રાધનપુર પોલીસે ભેદ ઉકેલીને 4 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. પોલીસે સાડા નવ લાખ રોકડ તેમજ આરોપઓની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સંયુક્ત વોચમાં સફળતા મળી

લૂંટના બનાવ બાદ સરહદી રેન્જ ભુજના આઇજીપીના આરોપીઓને પકડવા સૂચના આપી હતી. જેને પગલે પાટણ એસપી અક્ષયરાજની સૂચના અને રાધનપુર ના ડીવાયએસપી એચ કે વાઘેલાના માર્ગદર્શનમાં પાટણ એલસીબીના પીએસાઈ વાય કે ઝાલા સહિતની ટીમ અને રાધનપુર પોલીસની ટીમે આરોપીઓ સામે વોચ રાખી હતી. દરમિયાન લૂંટારુંઓ વારાહી રાધનપુર રોડ પરના કલ્યાણપુરા ગામના પુલ નીચે ભેગા થવાની બાતમીના આધારે વોચમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા....

ફોટો - http://v.duta.us/yRg7LwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/83J77wAA

📲 Get Kutchh News on Whatsapp 💬