પાટણ જિલ્લાના 309 સરપંચો સાથે ડીડીઓનો ટેલિકોમ્યુનિકેશનથી સંવાદ

  |   Patannews

પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને જોડતા 304 રસ્તાઓ વરસાદમાં તૂટી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેનું રિપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સોમવારે જિલ્લાવિકાસ અધિકારી ડીકે પારેખે ટેલિ કોમ્યુનિકેશન સિસ્ટમ થી 309 સરપંચો સાથે રસ્તાઓના રીપેરીંગ કામ બાબતે સીધો સંવાદ કર્યો હતો જેમાં ચાણસ્મા થી મહેસાણા અને પાટણ થી દુનાવાડા નેશનલ હાઈવે રીપેરીંગ કરવા માટે સરપંચોની રજૂઆત મળી હતી. પાટણ જિલ્લામાં પ્રથમ વખત ટેલિ કોમ્યુનિકેશન સિસ્ટમ થી રસ્તાઓની સ્થિતિની જાણકારી માટે સરપંચો સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સીધો સંવાદ કરાયો હતો.જિ.વિકાસ અધિકારી ડી કે પારેખ અને 309 ગામના સરપંચો વચ્ચે ટેલિ કોમ્યુનિકેશન સિસ્ટમ થી બે કલાક સુધી સંવાદ ચાલ્યો હતો જેમાં 68 ગ્રામ પંચાયતના સરપંચોએ પ્રશ્નોત્તરી કરી હતી જેમાં રસ્તાઓ રીપેરીંગ કરવા માટે રસ્તા ઉપર જંગલ કટીંગ કરવા માટે તેમજ નવા રસ્તાઓ બનાવવા માટે અને રસ્તાઓ પહોળા કરવાની સરપંચોએ રજૂઆતો કરી હતી.ઉપરાંત ચાણસ્મા મહેસાણા,પાટણ દુનાવાડા નેશનલ હાઈવે ખરાબ હોવાથી તાત્કાલિક રીપેરીંગ કરવા સરપંચોએ રજૂઆતો કરી હતી.જેમાં માર્ગ-મકાન વિભાગ ના કાર્યપાલક ઇજનેર એ એન પટેલ ખેતીવાડી અધિ.શૈલેષ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/RyJfRQAA

📲 Get Patan News on Whatsapp 💬