પાટણ શહેરમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકરવા છતાં નગરપાલિકા દ્વારા રોગ

  |   Patannews

પાટણ શહેરમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકરવા છતાં નગરપાલિકા દ્વારા રોગ નિયંત્રણ માટે અસરકારક પગલા લેવામાં આવતા ન હોવાથી છેવટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જરૂરી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જેમાં બાંધકામ ના સ્થળ ઉપર ઔદ્યોગિક એકમોમાં મચ્છર ઉત્પત્તિ માલુમ પડે તો કાયદાકીય દંડની જોગવાઈ પ્રમાણે વસૂલ કરવા માટે સુચના આપવામાં આવી છે.

પાટણ જિલ્લામાં 37 લોકો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા બાદ તંત્ર સજાગ બન્યું છે અને હવે રોગચાળો નિયંત્રણમાં લેવા માટે ફાફે ચડ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી દ્વારા નગરપાલિકાઓને પત્રના માધ્યમથી જરૂરી જાણ કરવામાં આવી છેકે મચ્છર ના પુરાને નાશ કરવા ની યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સેનિટેશન ના સ્ટાફને કામગીરીમાં જોડાવા સુચના આપવામાં આવી છે તમામ શાળાઓ કોલેજો બાંધકામના સ્થળો કોમર્શિયલ કોમ્પ્લેક્સ જાહેર આરોગ્ય સંસ્થાઓ ખાનગી દવાખાનાઓ સહિતના સ્થળોએ આરોગ્યની ટીમો સાથે મુલાકાત લઇ મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવા માટે સુચના આપવામાં આવી છે. પાટણ શહેરમાં એનજીઓ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓને પાણી પીવા માટે કુંડીઓ અને પક્ષી કુંજ મુકેલા છે તેનો હાલ પૂરતો તાત્કાલિકપણે નિકાલ કરવા માટે જાણ કરવામાં આવી છે કારણકે તાજેતરમાં સર્વે દરમિયાન આવા પાત્રો મા મચ્છરોનું મોટા પ્રમાણમાં બ્રિડિંગ જોવા મળ્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/V8wKiQAA

📲 Get Patan News on Whatsapp 💬