પતિ પ્રેમિકા સાથે બંધ રૂમમાં હતો અને પત્ની 181ની ટીમ સાથે પહોંચી

  |   Rajkotnews

ભક્તિનગર વિસ્તારમાં મંગળવારે સવારના અરસામાં એક મહિલાના ફોન પરથી એક ઘરમાં 181 મહિલા હેલ્પલાઈન પહોંચે છે, જ્યારે ફોન કરનાર મહિલાનો પતિ અને તેની પ્રેમિકા બંધ રૂમમાં હાજર હોય બન્ને રંગે હાથે ઝડપાઈ જતા ભારે હો હા મચી હતી. પીડિત મહિલાએ પોતાના પતિ અને તેની પ્રેમિકા અાવું કરવાનું કારણ પૂછી ચોધાર આંસુ સાર્યા હતા. જોકે બન્નેએ પોતાની ભૂલ થઈ ગઇ હોવાનું કહી માફી માગી લીધી હતી.

181 અભયમ મહિલા પર એક મહિલાનો ફોન આવે છે. તે મહિલા જણાવે છે કે, તેનો પતિ છેલ્લા એક વરસથી અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે અને પોતાની સાથે રહેવા પણ આવતો નથી. મહિલા નિરાશ સ્વરે કહે છે કે, મેં વારંવાર કોશિશ કરી પરંતુ તે પકડાતા પણ નથી. બાદમાં પીડિત મહિલા 181 સાથે તેના પતિને જે સ્ત્રી સાથે સંબંધ હતો ત્યાં પહોંચે છે. એ જ વખતે તેનો પતિ અને પ્રેમિકા બન્ને એકાંતમાં નજરે પડે છે. પત્ની અને 181ની ટીમને સામે જોઇ જતા પ્રેમીયુગલ હાંફળુંફાંફળું થઈ ને શબ્દો ચોરવા લાગે છે. રડતા રડતા પીડિત મહિલા આવું કેમ કર્યુ, તેવું પૂછતા બન્ને બહુ મોટી ભૂલ થઈ ગઇ હોવાનું કહી ફરિયાદ ન કરવા આજીજી કરે છે. પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતાં જ પ્રેમી અને તેની પુત્રી સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે. સાથો સાથ પીડિત મહિલા અને અભયમની ટીમ સામે મસ્તક ઝુકાવીને માફી માગવા લાગે છે. પીડિત મહિલાને પણ લગ્નજીવન ટકાવી રાખવા પતિને ભૂલ સમજાઈ જતાં મામલા પર પડદો પાડી દે છે. અભયમની ટીમે મહિલાના પતિ અને અન્ય સ્ત્રીને સમજાવી હતી. એ સાથે જ અભયમની સૂઝબૂઝથી એક મહિલાનું ઘર તૂટતું બચ્યું હતું. આ પ્રકરણના સમાધાન માટે કાઉન્સેલર કૃપાલી ત્રિવેદી અને પાઇલટ વિરેન્દ્રસિંહ વાઘેલા રોકાયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Knmz2wAA

📲 Get Rajkot News on Whatsapp 💬