પ્રાંત અધિકારીની તાકીદ બાદ ઢોર પકડવાનું મુહૂર્ત નિકળ્યું ખરું

  |   Kutchhnews

જિલ્લાના અા મુખ્ય મથકમાં રખડતા ઢોરની સમસ્યાઅે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અા સમસ્યા ઉકેલવા માટે નવા નિમાયેલા પ્રાંત અધિકારીને હરકતમાં અાવવાની નોબત અાવી છે. સોમવારે પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીઅે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યા નિવારવા શું પગલાં ભર્યા તેનો દૈનિક અહેવાલ રજુ કરવા નગરપાલિકા તંત્રને તાકીદ કરી હતી.

પ્રાંત અધિકારીના અાદેશ બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની બંધ પડેલી કામગીરી મંગળવારે ફરી અારંભાઇ હતી. જોકે પહેલા દિવસે માત્ર 21 ઢોર પકડવામાં સુધરાઇની ટીમ હાંફી ગઇ હતી. પ્રાંત અધિકારી ગુરવાણીઅે અાપેલી વિગત અનુસાર તેમના પાસે પ્રથમ દિવસનો જે રિપોર્ટ મળ્યો છે તેમાં જયનગર રોડ, કોલેજ રોડ, રેવેન્યુ કોલોની અને જનરલ હોસ્પિટલ રોડ પર ઢોર પકડવાનું કાર્ય કરવામાં અાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/HKZdrgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Wdh1mwAA

📲 Get Kutchh News on Whatsapp 💬