પાલનપુરમાં તબીબના મકાનમા 8 વર્ષ પહેલા બંદૂક અને ધારિયા

  |   Palanpurnews

પાલનપુરમાં તબીબના મકાનમા 8 વર્ષ પહેલા બંદૂક અને ધારિયા જેવા હથિયારો સાથે લુંટના ઇરાદે ઘૂસેલા ત્રણ શખ્સોમાંથી બે શખ્સો નાસી છૂટ્યા હતા.જ્યારે એક શખ્સ ઝડપાયો હતો.જેને પાલનપુરની કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.

તબીબ શોધન શેઠના મકાનમાં આઠ વર્ષ અગાઉ બંદૂક અને ધારિયા જેવા હથિયારો સાથે ત્રણ ઇસમો પ્રવેશ્યા હતા.બેડરૂમમાં કપડાં બદલતાં તબીબને અજાણ્યા પુરૂષનો અવાજ સામે સંભળાતા બેઠક રૂમમાં આવ્યા હતા.તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો પૈકી એક ઇસમ તેમની પત્ની પોલોમી બેનના ગળે ધારીયુ રાખીને ઉભો હતો.અને બીજા બે ઇસમો પૈકી એક ઇસમે બંદૂક તાકી અને હિન્દીમાં અંદર કે રૂમમાં ચલો તેવું કહ્યું હતું.દરમિયાન તબીબે સમય સૂચકતા દાખવી ઘરથી બહાર જવાનો દરવાજો ખોલી ચોર ચોરની બૂમો પાડી હતી.તે દરમિયાન પડોશીઓ ભેગા થઇ ગયા હતા.દરમિયાન બે શખ્સો ભાગી ગયા હતા.જ્યારે એક ઇસમ દરજારામ ઉર્ફે ઉમારામ ઉકારામ ચૌધરી(રહે.રેવદર રાજ )ઝડપાઇ ગયો હતો.જે કેસ બનાસકાંઠાના છઠ્ઠા એડિશનલ સેસન્સ જજ રોબીન પી મોંગેરાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તેમને તકસીરવાર ઠેહરાવી સાત વર્ષની કેદની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/EORORgAA

📲 Get Palanpur News on Whatsapp 💬