બોગસ બિલિંગ કૌભાંડ / જયશંકર દૂબેને જામીન, હવે દસનો વારો સીજીએસટી માત્ર એક જ કૌભાંડીને પકડતા ઉધડો લેવાયો

  |   Suratnews

રૂપિયા 33 કરોડની ક્રેડિટ ઉસેટી લેવાના અને હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેકશન કાંડ

સુરતઃરૂપિયા 33 કરોડની ક્રેડિટ ઉસેટી લેવાના અને હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેકશનના કાંડમાં મહત્વની કણી બની રહેલાં એવા આરોપી જયશંકર દૂબેને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જામીન પર મુક્ત કરી દીધો હતો. આ સાથે હવે આ કાંડમાં સંડોવાયેલાં અન્ય દસ જેટલાં સામે ધરપકડથી તલવાર લટકતી થઈ ગઈ છે. આ મામલે સીજીએસટીનો દિલ્હી બોર્ડ તરફથી ઉઘડો પણ લેવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

34 પેઢીઓમાં બોગસ બિલિંગ આચરાયું

કેસની વિગત મુજબ શુભલક્ષ્મી ક્રિએશનના નામે ધંધો કરતી પેઢી કે જે નવીન ઇશ્વરની માલિકીની હતી તેની પેઢીનું બોગસ જીએસટી રજિસ્ટ્રેશન બનાવી આરોપી જયશંકર દુબે (રહે. 402, શિવાલિક સ્ટેટ્સ. મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા)એ અનેક લોકો પાસે પાનકાર્ડ મેળવીને આર્થિક લાભનો લોભ આપીને તેમના નામે પણ જીએસટી નંબર લઇ આશરે 34 જેટલી પેઢીઓમાં બોગસ બિલિંગ આચર્યું હતુ અને રૂપિયા 33.12 કરોડની આઇટીસી ઉસેટી લીધી હતી. આ કેસમાં આરોપી જયશંકર દુબેની તા. 24મી ઓગષ્ટ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈની દલીલો બાદ કોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ULgTZAAA

📲 Get Surat News on Whatsapp 💬