બાલસખી પ્રોજેક્ટ અંતર્ગત 1999-2002 સુધી કામ કરી સ્લમ વિસ્તારની બાળાઓને ભણાવવાની જવાબદારી િનભાવી હતી

  |   Vadodaranews

નોબલ પ્રાઈઝ વિજેતા પત્ની અેસ્થર રફ્લો સાથે અભિજિત બેનર્જી

પાર્થ પંડ્યા | વડોદરા

અર્થશાસ્ત્રનું નોબેલ મેળવનાર ભારતીય મૂળના અભિજિત બેનર્જીનું વડોદરા સાથે પણ કનેકશન છે. અભિજિત અને તેના પત્ની એસ્થરે વડોદરામાં ધ અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબ (J-PAL) અંતર્ગત 1999-2002 સુધી બાલસખી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અા પ્રોજેક્ટ અંતર્ગત શહેરના સ્લમ વિસ્તારમાં રહેતી યુવતીઓને ધો 1 થી 4 સુધીના બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં અાવી હતી. તેમજ વડોદરામાં કમ્પ્યૂટર િશક્ષણ શરૂ કરાવવાનો શ્રેય પણ અા દંપતીના ફાળે જાય છે.

એજ્યુકેશનલ ઇનીશીયેટીવનાએ.વી.પી. શેખર હાર્દિકરે જણાવ્યું હતું કે બાલસખી પ્રોજેક્ટ હેઠળ બાળકોના માતા પિતાનું ભણતર તથા બાળકોના ભણવા સાથેના અનુભવોને રિસર્ચમાં સમાવવામાં અાવ્યા હતા. 2002-03માં પ્રથમ બેચમાં 60 શિક્ષકના માધ્યમથી 3500 વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરનું શિક્ષણ અપાયું હતું....

ફોટો - http://v.duta.us/QwXX-wEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5iqqWwAA

📲 Get Vadodara News on Whatsapp 💬