મિશ્રઋતુનો અનુભવ, બપોરે આકરો તાપ અને સવારે ઠંડક

  |   Rajkotnews

ચોમાસાની વિદાય બાદ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ક્રમશ: વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયુ હતું. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેમ કે પોરબંદરમાં 36.2, વેરાવળમાં 36.7, અમરેલીમાં 35.2 ડિગ્રી રહ્યુ હતું. ચોમાસામાં તાપમાન સતત 35 ડિગ્રી કરતા નીચે રહ્યુ હતુ તેમજ વાદળછાયુ વાતાવરણ હતુ પણ હવે ગરમી તેમજ વાદળો ન હોવાથી તાપ પણ આકરો લાગી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા પછી ઋતુ પરીવર્તન કાળ શરૂ થાય છે જેમાં તાપમાન વધે છે. સૌરાષ્ટ્રમાં હજુ થોડા દિવસ તાપમાન વધશે અને 37 કે 38 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયા બાદ ઘટાડો શરૂ થશે અને ત્યારબાદ શિયાળાનો આરંભ થશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/uxnVeAAA

📲 Get Rajkot News on Whatsapp 💬