યુિન.ના વિદ્યાર્થીઓનું ઇનોવેશન : મહિલા પર હુમલો થાય તો ડીફેન્સ શૂઝમાંથી કરંટ લાગે, ગરમીમાં ઠંડક આપતું જેકેટ

  |   Vadodaranews

એમ.એસ.યુનિ.ના સેન્ટર ફોર સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલે 10 પ્રોજેકટની પસંદગી કરી છે. જેમાં મહિલાઓ માટે આત્મ સુરક્ષા આપતા શુઝ અને ગરમીમાં ઠંડક આપતું જેકેટ સહિતના પ્રોજેકટોને સ્થાન આપવામાં આવ્યું છે. યુનિ.એ પસંદગી પામનાર 10 પ્રોજેકટને 6 લાખ રૂપિયાનું ફંડીગ કર્યું છે. ફેબ્રુઆરી સુધીમાં સૌથી બેસ્ટ પ્રોજેકટને 10 હજારનું ઇનામ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

ડો.એ.પી.જી આબ્દુલ કલામ સેન્ટર ફોર સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશને યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી આવેલા 30 જેટલા ઇનોવેટીવ આઇડીયામાંથી 10 જેટલા પ્રોજેકટની પસંદગી કરી છે. તમામ લોકોને યુનિયન પેવેલિયન ખાતે સ્ટાર્ટઅપ એપ્રુવલ માટેનો લેટર અપાયો હતો. ટેકનોલોજી ફેકલ્ટીની મિકેનીકલ વિભાગના વિદ્યાર્થીઓએ આકાશ પંચાલ,આત્મન શાહ, શૈલ શાહ, પ્રતિક ચાવડાએ સેલ્ફ ડીફેન્સ શુઝ તથા પર્સનલ કુલીંગ સિસ્ટમ પર પ્રોજેકટ હાથ ધર્યો છે. જેમાં મહિલાઓ માટે વિશેષ રૂપે સેલ્ફ ડીફેન્સ શુઝ પર ઇનોવેશન પ્રોજેકટ હાથ ધરાયો છે. કોઇ પણ વ્યક્તિ હુમલો કરે ત્યારે સેલ્ફ ડીફેન્સ શુઝ મેન્યુઅલી કે વોઇસ કમાન્ડના માધ્યમથી ઓપરેટ કરી શકાશે અને તેમાં બે મેટલના પીસના માધ્યમથી કરંટનો ઝટકો હુમલાખોરને લાગશે. જેથી પોતાનો બચાવ કરી શકાય. આ ઉપરાંત અન્ય એક પ્રોજેકટમાં સ્માર્ટ જેકેટનું નિર્માણ કરશે જેમાં બેટરી ઓપરેટર સિસ્ટમ હશે અને 4 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો કરી શકાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/3Nh1tAAA

📲 Get Vadodara News on Whatsapp 💬