રાજકોટ / ચીલઝડપ કરનાર આંતરરાજ્ય 'ભાતુ' ગેંગના 5 શખ્સો ઝડપાયા, 23 ગુના કબૂલ્યા

  |   Rajkotnews

બેંકમાંથી બહાર નીકળતા વૃદ્ધોનો પીછો કરી ચેઇન સ્નેચીંગ કરતા

રાજકોટ: ચીલઝડપ કરતા આંતરરાજ્ય ભાતુ ગેંગના 5 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાંચ શખ્સોએ ચીલઝડપના 23 ગુના કબૂલ્યા હતા. તેમજ આરોપીઓ પાસેથી 1 લાખ 5 હજાર રોકડા, પલ્સર ગાડી, મોબાઇલ સહિત 201500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીઓના નામ

પોલીસે અમીત પ્રદીપકુમાર ભાટુ, શ્રવણકુમાર ઉર્ફે ઘોટા શંકરસીંઘ ભાતુ, અખિલેશ સુખરામ ભાતુ, જીતેન્દ્ર સતીશ ભાતુ અને રાજેશ્વરપ્રસાદ ભાતુની ધરપકડ કરી છે. આરોપીઓ કોઇ પણ ધાર્મિક સ્થળે મુસાફર તરીકે રોકાતા અને તેવી આજુબાજુના શહેરી વિસ્તારમાં પોતાના પલ્સર બાઇક લઇને જતા તથા બેંકની બહાર રેકી કરીને બેંકમાંથી નીકળતા વૃદ્ધ સ્ત્રી-પુરૂષનો પીછો કરતા અને મોકો મળ્યે ચેઇન સ્નેચીંગ કરતા હતા.

ફોટો - http://v.duta.us/X67b3QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/qAUwNAAA

📲 Get Rajkot News on Whatsapp 💬