રાજકોટ જિલ્લાના સરધાર, માંડણકુંડલા સહિતના 6 ગામની પાણી પુરવઠા યોજનાને મંજૂરી

  |   Rajkotnews

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ જિલ્લાની જળ સમસ્યા મહદઅંશે પૂરી થઇ ગઇ છે ત્યારે બાકી રહી ગયેલા ગામોની પાણી પુરવઠાની યોજના માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે અને તેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ચાર તાલુકાના 6 ગામની પાણી પુરવઠા યોજના માટે રૂ.1.75 કરોડનો વહીવટી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી જેમાં રૂ.1.75 કરોડના ખર્ચની જોગવાઇ ધરાવતા છ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટિવિટી ઇન રૂરલ એરિયાના જનરલ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કરવાના થતા કામો માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિને સત્તા સોંપવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/e8MEegAA

📲 Get Rajkot News on Whatsapp 💬