વોકવે પાસે શૌચાલય તો બન્યું પણ પાણીનું કનેકશન જ નથી

  |   Kutchhnews

શહેરમાં પાણીના વિતરણમાં ભુજ નગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે તે તો જગજાહેર છે, પણ પોતે જ લાખોના ખર્ચે વોકવે પાસે જાહેર મૂતરડી બનાવી અને તેમાં પણ પાણીનું કનેકશન નાખવા ભૂલી ગયા, જેને કારણે અહીં વોકીંગ માટે અાવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે તંત્ર પાસે રાવ જાય ત્યારે સુધરાઇ દ્વારા ટેંકર ઠલવી પાણી ભરી દેવામાં અાવે છે.

ભુજ નગરપાલિકાના કથળેલા વહીવટના કારણે શહેરીજનોમાં પાણીની ભારે રાડ છે. લોકોને સમયાંતરે પાણી મળતું નથી પાંચ-છ દિવસ સુધી પાણી ન અપાતાં સુધરાઇમાં લોકો કકળાટ સાથે મોરચા લઇને પહોંચે છે, જવાબદારો અાશ્વાસન અાપે છે અને ફરી અેજ પરિસ્થિતી સામે અાવીને ઉભી રહે છે. પાલિકા પ્રજાને પુરતું પાણી અાપવામાં નાકામ રહી છેે. ત્યારે લાખોના ખર્ચે બનાવેલા વોકવે અને મૂતરડીમાં પાણીનું કનેશન નાખવામાં અાવ્યું નથી અા બાબતે નગરપાલિકાને અનેકવાર ધ્યાન દોરવામાં અાવ્યું છે તેમ છતાં અહીં પાણીના કનેકશન બાબતે ગંભીરતા ન લેવાતાં લોકોમાં કચવાટ છે.

ફોટો - http://v.duta.us/9BOX7QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/fuRaOAAA

📲 Get Kutchh News on Whatsapp 💬