વલસાડ / પાસિંગ વગર ફરતી 2.44 કરોડની લક્ઝુરીયસ કાર પોલીસે ડિટેઇન કરી

  |   Valsadnews

RTO કચેરી ખાતે ગુરૂવારે કારના ચાલકને કારના પેપર્સ સાથે બોલાવવામાં આવ્યો

કાર ચાલકે દશેરાના દિવસે કાર ખરીદી હોવાનું જણાવ્યું

નવી કારનું 7 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

વલસાડ: વલસાડ શહેરમાં RTO પાસિંગ વગર ફરતી 2.44 કરોડની કિંમતની નવી લક્ઝુરીયસ જગુઆર કાર સીટી પોલીસના જવાનોએ અટકાવી કાર ચાલક પાસે પેપર માંગતા તેની પાસે ન મળતા પોલીસે વલસાડ RTO કચેરીને દંડની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કાર ચાલકે દશેરાના દિવસે કાર ખરીદી હોવાનું જણાવ્યું હતું. RTO કચેરી ખાતે ગુરૂવારે કારના ચાલકને કારના પેપર્સ સાથે બોલાવવામાં આવ્યો છે. કાગળ જોઈને કાર્યવાહી કરવામાં આવશે. નવી કારનું 7 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 7 દિવસથી વધારે દિવસ થયા હશે તો કાર ચાલક સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

ફોટો - http://v.duta.us/-ePzHwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/UzheXQAA

📲 Get Valsad News on Whatsapp 💬