સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જતા પરિવાર સાથે મોટી દુર્ઘટના, એવો અકસ્માત કે કાર હવામાં 4-5 ગોથા ખાઈ ગઈ

  |   Gujaratnews

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે. દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્યારે લોકો બહાર ગામથી ગુજરાતના પ્રવાસન સ્થળોએ ફરવાનું વિચારી રહ્યા છે. ત્યારે મંગળવારે સોશિયલ મીડિયામાં એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.

મહારાષ્ટ્રનો પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતો હતો, ત્યારે પેટ્રોલ પંપમાં ફોરવ્હીલર ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ વીડિયો પહેલી નજરે જોતા આપણું હૃદય હચમચી જાય તેમ છે. આ ઘટનામાં ફિલ્મીઢબે કોઇ સ્ટંટ ચાલતો હોય તેમ કાર હવામાં ફંગોળાઇ હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજપીપળા નજીક કુંવરપરા પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલ પંપની પાસે મહારાષ્ટ્રના પરિવારને અકસ્માત નડ્યો હતો. નર્મદામાં મહારાષ્ટ્રના પરિવારને ગમખ્વાર અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઇ હતી. ત્યારે કારમાં સવારી કરતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હવામાં જ્યારે કાર ફંગોળાઇ હતી, ત્યારે કારમાં રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી....

ફોટો - http://v.duta.us/X2yRogAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/PmFSWwEA

📲 Get gujaratnews on Whatsapp 💬