સમી - શંખેશ્વર વિસ્તારમાં વીમા કંપનીઓ પાક વીમો નહીં ચૂકવાતા ખેડૂતો લાલઘૂમ

  |   Patannews

સમી અને શંખેશ્વર તાલુકામાં વધુ વરસાદને લઇ પાકોને નુકશાન થયું હોય સરકાર દ્વારા વિસ્તારોને અસરગ્રસ્ત જાહેર કરવા સહીત સત્વરે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા પાક વીમો ચુકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી હતી.

પાટણ જિલ્લામાં ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ થતા સમી અને શખેશ્વર તાલુકાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકોમાં મોટું નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતોએ પાક વીમો લીધો હોવા છતાં કંપની દ્વારા હજુ સુધી કોઈ સર્વે ન કરવામાં આવ્યો હોય સોમવારના રોજ સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઇ કલેકટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી કે ખેડૂતોએ ખરીફ ઋતુ માટે પાક વીમાનું પ્રીમિયમ ભર્યું છે ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક 25 ટકા ઓન એકાઉન્ડ પેમેન્ટ કરવા માટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને સૂચના આપવામાં આવે તેમજ જિલ્લા અતિવૃષ્ટિ થઇ હોય ભારે નુકશાનને પગલે સરકાર દ્વારા અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/JsvSAwAA

📲 Get Patan News on Whatsapp 💬