સુરત / પાંડેસરામાં પડોશમાં રહેતા બે સગીર ભાઈઓએ 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યું

  |   Suratnews

મહિના પહેલા બનેલી બળાત્કારની ઘટનામાં સગીરાના પિતા આવ્યા બાદ ફરિયાદ નોંધાવી

સુરતઃશહેરમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી ઘરમાં એકલી હતી. તે વખતે પડોશમાં રહેતા બે સગીર ભાઈઓ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના અંગે જે તે વખતે કિશોરીએ માતાને વાત કરી હતી. જો કે પિતા વતનમાં ખેતીકામ માટે ગયા હોવાથી આ અંગે પાંડેસરા પોલીસમાં 15મી તારીખે ફરિયાદ આપી હતી.

નાનાભાઈ પછી મોટાએ દાનત બગાડી

ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે 17 વર્ષના કિશોર અને તેના 14 વર્ષના સગીર ભાઈની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે કિશોરીના પિતા 28મી જુલાઇએ વતન ગયા હતા. ત્યાર બાદ ઘરે કિશોરી તેના માતા અને 6 વર્ષના નાના ભાઈ સાથે રહેતી હતી. જેમાં બન્યું એવું કે 20મી ઓગષ્ટએ કિશોરીની માતા નોકરીએ ગઈ હતી. ઘરે કિશોરી તેના ભાઈ સાથે બે જણા હતા. દરમિયાન પડોશમાં રહેતા 14 વર્ષના કિશોરે સગીરાના ઘરે આવી તેના નાના ભાઈને બહાર રમવા મોકલી દરવાજો બંધ કરી સગીરા પર રેપ કર્યો હતો. આ ઘટના પછી સગીરા રડતી હતી તે વખતે 14 વર્ષના કિશોરનો મોટો ભાઈએ આવી તેને કપડા પહેરાવ્યા હતા. ત્યાર પછી સગીરા પર મોટાભાઈએ દાનત બગાડી રેપ કર્યો હતો.

ફોટો - http://v.duta.us/Jhbf_wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/d09kBwAA

📲 Get Surat News on Whatsapp 💬