સુરત / વરાછામાં પિતા-પુત્ર સહિત ચાર જણાએ 32 લાખની ચીટીંગ કરી ફરાર

  |   Suratnews

રૂપિયા આપવાના ચારેય જણા ગલ્લા-તલ્લા કરી ખોટા વાયદાઓ કર્યો હતા

સુરતઃકામરેજ તાલુકાના વેલંજા ખાતે સુખ સ્વપ્ન રો હાઉસમાં રહેતા અને એમ્બ્રોઈડરી જોબવર્ક કરતા સંજય ધીરુભાઈ ગજેરા પાસેથી મે 2018માં એલ.એચ.રોડ અંબિકા નગરમાં બી.બી.સી. એન્ટરપ્રાઈઝના સંચાલક મેહુલ બાબુ દેસાઈ, પિતા બાબુ દામજી દેસાઈ (રહે,રચના સોસાયટી કાપોદ્રા) ભાગીદાર દિવ્યેશ કુરજી માંગુકિયા અને કુરજી ભીમજી માંગુકિયા (રહે, રૂપાલી સોસાયટી હિરાબાગ વરાછા)એ એમ્બ્રોઈડરી જેાબ વર્ક કરાવ્યું હતુ. સંજય ગજેરા ઉપરાંત અન્ય વેપારીઓ પાસેથી પણ જોબવર્કનું કામ કરાવ્યું હતું. જોબવર્કની મજૂરીના 31.99 લાખની રકમ બાબતે વેપારીઓને પિતા-પુત્ર સહિત ચારેય જણા ગલ્લા-તલ્લા કરી ખોટા વાયદાઓ કર્યો હતા. છેવટે વેપારીઓએ ભેગા મળીને પોલીસ કમિશનરમાં અરજી આપી હતી. અરજીના આધારે વરાછા પોલીસે પિતા-પુત્ર સહિત ચાર જણા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/IR5I-QAA

📲 Get Surat News on Whatsapp 💬