હડકાયાં કૂતરાએ 8ને બચકાં ભર્યા, વૃદ્ધાના ગાલ-માથું- અાંખ ફાડી ખાધા

  |   Vadodaranews

દેવગઢબારિયા પથંકમાં હડકાયા કૂતરાના આતંકનો ભોગ બનેલી 3 મહિલા અને એક બાળકને સારવાર અર્થે સયાજી હોિસ્પટલમાં ખસેડાયા હતા.

હેલ્થ રિપોર્ટર | વડોદરા

દેવગઢ બારિયાથી 12 કિમી દૂર આવેલા ગામ મોટીઝરી અને રેબારી ગામે હડકાયા કૂતરાએ પાંચ વર્ષના એક માસૂમ બાળક સહિત ચાર વ્યક્તિઓને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ કૂતરાએ એક વૃદ્ધાના ગાલ સહિત એક આંખો પણ ફાડી ખાધી છે. મોટીઝરીના સરપંચના જણાવ્યા મુજબ મોડી સાંજ સુધીમાં આ કૂતરાએ આઠ વ્યક્તિઓને બચકાં ભર્યા છે.

સયાજી હોસ્પિટલમાં લોહીયાળ અને દર્દનાક ચહેરે આ ચારેય આવ્યા ત્યારે ઇમર્જન્સી મેડિસિન વિભાગનો તબીબી અને નર્સિંગ સ્ટાફ પણ એક તબક્કે સ્તબ્ધ થઇ ગયો હતો. કારણ કે, આ ચાર પૈકીની એક મહિલા મોટી ઝરીનાદલીબેન બારિયાની તો કૂતરાએ જમણા ગાલ સહિત આંખ પણ ફાડી ખાધી હતી. તેમજ માથાના વાળ પણ ખેંચી કાઢ્યા હતા અને માથાના પાછળના ભાગે પણ ફાડી ખાધું હતું. આ હૂમલાનો ભોગ બનેલા રેબારીના ધર્મિષ્ઠાબહેને તૂટક તૂટક શબ્દોમાં જણાવ્યું કે, 'હું મારા ઘર તરફ ફરી રહી હતી અને અચાનક જ આ કૂતરું આવી મારા પર કૂદ્યું હતું. હું કંઇક વિચારુ એ પહેલા મારા ગાલ પર બચકા ભરવાનું શરૂ કરી દીધુ હતું જોકે આસપાસની મહિલાઓએ પથરાં ફેંકતા ભાગી ગયું હતું....

ફોટો - http://v.duta.us/-cY2vgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/GHz6gAAA

📲 Get Vadodara News on Whatsapp 💬