અમદાવાદમાં 100 કરોડની જમીન પચાવી પાડવા કાવતરૂં, મૃત વ્યક્તિ સાથે કર્યું આવું કામ

  |   Gujaratnews

મૃત વ્યક્તિના નામે ઘણા કૌભાંડો સામે આવ્યા છે અને તેવુ જ વધુ એક કૌંભાડ અમદાવાદનાં સેટેલાઈટ પોલીસ મથકના ચોપડે નોંધાયુ છે. જેમાં મૃત વ્યક્તિની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કેસની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં મૃત વ્યક્તિની જમનીની સાથે મૃતક નોટરીના સહિ સિક્કાનો પણ ઉપયોગ કરવામા આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે જમીનના આ કૌભાંડમા પોલીસે દસ્તાવેજી પુરાવા એકઠા કરી તપાસ હાથ ધરી છે.

શહેરના જોધપુર ગામની સીમમા આવેલી સર્વે નંબર 315ની આશરે 100 કરોડથી વધુની કિંમતની જમીન પચાવી લેવાનુ સુનિયોજીત કાવતરૂ સામે આવ્યુ છે. આ કેસના આરોપી બળવંત સિંહ રાઓલ કે જે નવરંગપુરામાં ચોઈસ રેસ્ટોરંટ ધરાવે છે. તેઓ એ પોતાના મળતીયા સાથે મળી 100 કરોડ કરતા વધુ કિમતની જમીન પચાવી લેવા માટે ખોટા દસ્તાવેજો કર્યા હતાં. જો કે તે છતા આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. જો ગુનાની વાત કરીએ તો 2002-03 માં જમીનના માલિકે ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી બચવા માટે જમીનનો દસ્તાવેજ આરોપી બળવંત રાઓલના નામે કર્યો હતો અને બાદમા તે દસ્તાવેજ રદ કરી આરોપીને કેરેટકર બનાવ્યા હતા. અને જેના આધારે જમીન પચાવી લેવાનુ કાવતરુ રચ્યુ હતુ.. જે અંગે સેટેલાઈટ પોલીસે આરોપી વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ બનાવી છેતરપિંડી અને ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે....

ફોટો - http://v.duta.us/lA2JegAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/XAM0oQAA

📲 Get gujaratnews on Whatsapp 💬