અમદાવાદ / પતિએ જાહેરમાં જ પત્નીને ત્રણ વાર તલાક કહી છૂટાછેડા આપી દીધા

  |   Ahmedabadnews

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ સમાજની વચ્ચે જ ત્રણ વાર તલાક તલાક બોલી અને છુટાછેડા આપી દેતા પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લગ્ન બાદ વારંવાર થતા હતા ઝઘડા

બોમ્બે હોટલ પાસે આવેલી અલહબીબ સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન વટવાની કુતબેઆલમ સોસાયટીમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે અણબનાવ બન્યા હતા અને યુવતી તેના પિયર દાણીલીમડા આવી ગઈ હતી. જેથી બંને પક્ષના અને સમાજના લોકો દાણીલીમડા નવસાદ હોટલ પાસે ભેગા થઈ આ મામલે મિટિંગ કરી હતી જેમાં યુવકના પિતાએ તેની પત્નીને રાખવી છે કે નહીં તેમ પૂછ્યું હતું. યુવકે ના પાડી અને ત્રણવાર તલાક કહી દીધુ હતું.

ફોટો - http://v.duta.us/76LkswAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/v33tsgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬