અમરેલીનાં નાના આંકડીયામાં વીજ ધાંધીયા : ખેડૂતો પરેશાન

  |   Amrelinews

અમરેલી તાલુકાના નાના આંકડીયામાં વિજ વિભાગ દ્વારા ખેતીવાડી વિજ પુરવઠો આપવામાં આવતો નથી. જેના કારણે અહીના ખેડૂતોમાં વિજ વિભાગના કર્મચારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જો ત્રણ દિવસમાં સમયસર વિજ પુરવઠો નહી આપવામાં આવે તો ગામના તમામ ખેડૂતોએ વિજ કચેરી સામે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

નાના આંકડીયા ગામના રાજુભાઇએ જણાવ્યું હતું કે, અહી મોટા પ્રમાણમાં ખેતી લાયક જમીન આવેલી છે. હાલ વરસાદની સિઝન પૂર્ણ થઈ જતા ખેડૂતો કપાસ અને મગફળીમાં પીયતની કામગીરી કરી રહ્યા છે. પણ ખેડૂતોના દુશ્મન એવા વિજ વિભાગના કર્મચારીઓ જાણે પોતાની જાતને દાદા સમજતા હોય તેમ જોવા મળી રહ્યું છે. અહી ગ્રામ્ય વિસ્તારના મહાવીર ફિડર પર રાત્રીના 1 થી સવારના 9 વાગ્યા સુધી થ્રીફેઇઝ પાવરનો સમય ચાલી રહ્યો છે. પણ અહિના કર્મચારીઓ રાત્રી દરમિયાન નિંદ્રામાં હોય છે. તેમનું મન પડે તો પાવર આપે નહીતર સમગ્ર વિજ પુરવઠો બંધ કરી નિંદ્રા કરી રહ્યા હોય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/uY8tvgAA

📲 Get Amreli News on Whatsapp 💬