અમરેલીમાં ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા કલેકટરની બેઠક

  |   Amrelinews

અમરેલી શહેરી વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયત કામગીરી હાથ ધરાઇ છે. સપ્ટેમ્બર મહિનામાં અમરેલી શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુના 18 કન્ફર્મ કેસ તથા ઓકટોબરમાં ડેન્ગ્યુના 6 કન્ફર્મ કેસ નોંધાયેલ છે. આરોગ્ય તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી થકી રોગચાળા ઉપર કાબુ મેળવી લેવાયો છે. 5 દિવસથી એક પણ કેસ નોંધાયેલ નથી. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને રોગચાળા અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરો, એસ.ટી.વિભાગ તથા અન્ય સંબંધિત શાખાઓની બેઠક રખાઇ હતી. કલેક્ટર દ્વારા અપાયેલ સુચનાથી નગરપાલિકા દ્વારા ભંગારના ડેલા, પંચરની દુકાનો, ટાયરની દુકાનોને ફટકારવામાં આવેલ નોટીસ બાબતે વિસ્તારમાં ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરએ તમામને રોગ અટકાયત કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. અઅમરેલી શહેરી વિસ્તારમાં અર્બન તેમજ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કર્મચારી દ્વારા ટીમ વર્કથી ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળાને વધતો અટકાવવા લોક જાગૃતિ વધે તે માટે શહેરી વિસ્તારમાં માઇકીંગ કરાવી પ્રચાર પ્રસાર કરાઇ રહેલ છે તથા 24-9-19થી સતત કુલ 903 ટીમો દ્વારા 48033 ઘરોની ચકાસણી કરી 55867 પાત્રોમાં એબેટથી અને 5630 પાત્રોમાં કેરોસીન નાખડી પોરાનો નાશ કરયો છે. 595 નાના-મોટા પાણીના ભરાવામાં બળેલ ઓઇલ તથા 385 ખાડાઓમાં બીટીઆઇનો છંટકાવ કરવામાં આવ્યો છે. ડેંગ્યુને અટકાવવા લોકોનો સહકાર મળી રહે તે માટે લોકો પોતાના ઘરોની અંદર જ મચ્છર ઉત્પતિ ન થવા દે તેની કાળજી લેવા જણાવવા તેમજ તાવ આવે તો તરત જ નજીકની હોસ્પીટલમાં લોહીની તપાસ કરાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Iz9oqwAA

📲 Get Amreli News on Whatsapp 💬