અલ્પેશ ઠાકોર સામે પુરાવા ગુમ થતાં અરજદારે કેસ પાછો ખંેચ્યો

  |   Ahmedabadnews

અલ્પેશ ઠાકોરના પેટા ચૂંટણી લડવાની વિરુદ્ધમાં હાઇકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેંચાઈ છે. અરજદાર સુરેશ સિંઘલે હાઇકોર્ટમાં અલ્પેશ સામેના પુરાવા ગુમ થયા હોવાનું સોંગદનામું રજૂ કરીને પુરાવાના અભાવે કેસ ચલાવી શકાશે નહીં તેવી રજૂઆત કરી હતી, જેથી કોર્ટે અરજી પાછી ખેંચવા મંજૂરી આપી હતી. સુરેશ સિંઘલ નામના અરજદારે અલ્પેશ અને ધવલસિંહ ઝાલાના પેટા ચૂંટણી લડવા સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અરજદાર સામે વકીલ ફરિયાદ કરશે

સુરેશ સિંઘલ પાસે અલ્પેશ ઠાકોરની વિરુદ્ધની 3 સીડીઓ અને બીજા પુરાવા હતા. આ પુરાવા તેના વકીલે સુરેશ સિંઘલ પાસે કોર્ટમાં રજૂ કરવા માટે માગ્યા હતા, પરંતુ પુરાવા આપવાને બદલે અરજદાર ગલ્લાંતલ્લાં કરતા હતા. દરમિયાન વકીલે અરજદારની તપાસ કરાવતા તે બ્લેક મેઇલિંગ કરતો હોવાની જાણ થઇ હતી. સુરેશ અલ્પેશ ઠાકોર સાથે અગાઉ કામ કરતો હોવાના પણ પુરાવા વકીલના હાથે લાગ્યા હતા. જેથી કોર્ટને ગેરમાર્ગે દોરાવા અમે પુરાવા ગુમ કરી દેવાના કેસમાં વકીલ ધર્મેશ ગુર્જર તેના જ અરજદાર વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ કરશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/xjs2rwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬