ઇ-મેમો નહી ભરનારા ચેતી જજો, દંડ નહી ભરો તો ટ્રાફિક પોલીસ લાઇસન્સ કરશે રદ

  |   Gujaratnews

ટ્રાફિક પોલીસ મોડે મોડે ઇ-ચલણના દંડની વસૂલાત કરવા માટે જાગી છે. ત્યારે પિૃમ ટ્રાફિફ ડીસીપી અજીત રાજયાણે કહ્યું કે 2015થી 2019 સુધીમાં નિયમ ભંગ કરતા વાહનચાલકોને કુલ 80 કરોડથી વધારેના ઈ-ચલણનો ફટકારવામાં આવ્યા હતા. જેમાંથી 24 કરોડ દંડ ભરપાઇ થયો છે. અને અત્યાર સુધીં 21 લાખ ઇ-ચલણ ચાલકોને ફટકારવામાં આવ્યા છતાં 55 કરોડનો દંડ ભરપાઇ કર્યો નથી.

ટ્રાફિક પોલીસે પાંચ કરતા વધુ ઇ-ચલણના દંડની ભરપાઇ ન કરનારા 1400 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. તે લિસ્ટના આધારે સ્પે. સ્કવોડની ટીમ ગુરુવારથી ચાલકોના ઘરે જઇને રૂબરૂમાં નોટિસ પાઠવશે તેમજ પુરાવારૂપે સ્કવોડની ટીમ ચાલકો પાસે સહી કરાવશે. જેથી ચાલકો ઇ-ચલણ કે નોટિસ મળી નથી તેવા પ્રકારના બહાના બતાવી ન શકશેે નહી. ચાલકોને નોટિસ મળ્યાના 10 દિવસ સુધી દંડની ભરપાઇ કરી શકશે. જો 10 દિવસ બાદ દંડની ભરપાઇ ચાલક કરશે નહી તો તેનું લાઇસન્સ અને આરસી બુક રદ કરવાની કાર્યવાહી ટ્રાફિક પોલીસ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગે રેસિડેન્સી વિસ્તાર અને હાઇવે પર સૌથી વધારે વાહનચાલકો સિગ્નલ અને ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોવાથી ઇ-ચલણ તેવા વિસ્તારોમાં વધારે આવતા હોય છે. અમદાવાદ બહારના ચાલકોને તેમના સ્થાનિક ટ્રાફિક પોલીસની મદદ લઇને ચાલકો સુધી નોટિસ પહોંચાડવાની કામગીરી કરશે....

ફોટો - http://v.duta.us/U3sn-AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/VrNM5gAA

📲 Get gujaratnews on Whatsapp 💬