એડવોકેટની માતાની દોઢ લાખની સોનાની ચેઈન તોડી સ્નેચર્સ ફરાર

  |   Suratnews

સુરત : લિંબાયત મોડલ ટાઉન શક્તિનગર સોસાયટી પાસે દિકરી સાથે મોર્નિગ વોક પર નીકળેલા વૃધ્ધના દોઢ લાખની સોનાની ચીલઝડપની ઘટના સામે આવી છે. પરવત પાટિયા ખાતે હિરાનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય કલાબાઈ પવાર દિકરી ભારતીબેન સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. બુધવારે સવારે લીંબાયતની મોડલ ટાઉન શક્તિનગર સોસાયટીના ગેટની સામે 3 અજાણ્યા શખ્શો બાઈક પર આવ્યા હતા. અને ચાલુ બાઈકે ગળામાં પહેરેલી એક ચેઈન 8.50 ગ્રામ વજનની અને બીજી ચેઈન 50.5 ગ્રામની રૂ. 1,47,500 ની કિંમતની લૂંટી બાઇકર્સ રફુચક્કર થઈ ચૂક્યા હતા.

કલાબાઈએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી છે. ઉલ્લેખનીય છે કે કલાબાઈના નાની દિકરી હાલ મુંબઈ હાઈકોર્ટમાં એડવોકેટ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/3EieSQAA

📲 Get Surat News on Whatsapp 💬