કુવાડવા રોડ પર કાર પલટી જતાં ટ્રાન્સપોર્ટરનું મોત

  |   Rajkotnews

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર કાર પલટી જતાં ટ્રાન્સપોર્ટરનું મોત નીપજ્યું હતું. કુવાડવા રોડ પર બંસલ પેટ્રોલપંપ પાસે બુધવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ કોઇ કારણસર ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે લોકોની મદદથી કારચાલકને બહાર કાઢ્યો હતો, પરંતુ તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

પોલીસે તપાસ કરતાં મૃતક પ્રિયેશ મુંગપરા હોવાનું ખુલ્યું હતું. પ્રિયેશ મુંગપરા રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય કરતા હોવાનું ખુલ્યું હતું. ટ્રાન્સપોર્ટર ક્યાંથી આવતા હતા, અન્ય કોઇ તેમની સાથે હતું કે કેમ તેમજ અકસ્માત થવાનું કારણ શું, સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4LEyKgAA

📲 Get Rajkot News on Whatsapp 💬