ગાંધીધામ લૂંટના ચાર શખ્સોને રૂ.9.65 લાખ રોકડ સાથે દબોચી લેવાયા

  |   Kutchhnews

કચ્છના ગાંધીધામ ખાતે બે દિવસ અગાઉ આંગડિયામાં થયેલી રૂ 10.72 લાખ ની આંગડીયા પેઢી લૂંટમાં પાટણ એલસીબી અને રાધનપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વારાહી રાધનપુર રોડ ઉપર કલ્યાણપુરા ગામના પુલ નીચેથી ચાર શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂ 9.65 લાખની રોકડ અને અર્ટીકા ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને માત્ર 24 કલાકમાંજ ગુનાનો ભેદ ખોલવામાં મોટી સફળતા મળી હતી.

ગાંધીધામ ખાતે આવેલી બાબુલાલ આંગડીયા સર્વિસ નામની આંગડિયા પેઢી પર સોમવારે બપોરે દોઢથી પોણા બે કલાકના સુમારે કર્મચારી બાબુભાઈ મહાદેવભાઇ પ્રજાપતિ હાજર હતા તે વખતે આશરે 25 વર્ષના બે યુવકો આંગડીયું કરાવવાના બહાને આવ્યા હતા જેમાં એક યુવકે બાબુભાઈને છરી વડે આંગળી પર ઇજા કરી હતી અને બીજા યુવકે માથાના ભાગે મુકકા મારી ગળુ દબાવી બેભાન કરી દીધા હતા અને ઓફિસની તિજોરીમાંથી રોકડા રૂ.10,72,651 ,એક મોબાઇલ મળી કુલ રૂ.10,82,615 લૂંટ કરી નાસી ગયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5IZLLQAA

📲 Get Kutchh News on Whatsapp 💬