ગૌરવ / મુંબઈનાં થાણેમાં રહેતી ભાવનગરની મહિલાએ સૌંદર્ય સ્પર્ધામાં બે ઈનામ જીત્યાં

  |   Rajkotnews

મૂળ ભાવનગરનાં પરી મહેતા વેપાર અને સમાજ સેવામાં સક્રિય

મુંબઈ:થાણેમાં રહેતી 45 વર્ષની ગુજરાતી મહિલા પરી વતન મહેતાએ અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આજના જમાનામાં સિંગલ મધરને અનેક પડકારોનો સામનો કરવો પડે છે તેવા સંજોગોમાં 24 વર્ષના દીકરાની માતા પરી મહેતાએ તાજેતરમાં આયોજિત મિસિસ- મિસ-મિસ્ટર ભારત આઈકોન- 2019 સ્પર્ધામાં મિસિસ કેટેગરીમાં પ્રથમ વિજેતા જાહેર થયાં છે.

હું પ્રથમ પ્લેટિનમ ક્રાઉન વિજેતા તરીકે જાહેર થઇ હતી:પરી મહેતા

ગુજરાતના ભાવનગર શહેરની વતની અને થાણે- વેસ્ટમાં વૃંદાવન સોસાયટીમાં રહેતી શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસી બ્રાહ્મણ જ્ઞાતિની પરી મહેતાએ 'દિવ્ય ભાસ્કર'ને કહ્યું હતું કે 'બેટી બચાઓ બેટી પઢાઓ' થીમ આધારિત અંધેરીના રોયલ હેરિટેજ ગ્રુપ દ્વારા 28 સપ્ટેમ્બરે સહારા સ્ટાર હોટેલમાં સ્પર્ધા યોજાઇ હતી. ફાઈનલ ઓડિશન પછી 20 મહિલાઓ હતી. ઈન્ટ્રોડકશન રાઉન્ડ બાદ સવાલ- જવાબનો રાઉન્ડ હતો. બાદમાં રેમ્પ શોમાં ઇન્ડિયન કોશ્ચ્યુમ અને વેસ્ટર્ન ડ્રેસનો રાઉન્ડ હતો. હું પ્રથમ પ્લેટિનમ ક્રાઉન વિજેતા તરીકે જાહેર થઇ હતી. ઉપરાંત સિલ્કી હેરનો એક વધારાનો ટેગ મળ્યો....

ફોટો - http://v.duta.us/BywkAQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/wRIFOgAA

📲 Get Rajkot News on Whatsapp 💬