ચૂંટણી ટાણે કારમાંથી 18 લાખ મળતાં જપ્ત

  |   Porbandarnews

સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પર રાધનપુર પેટાચૂંટણીને લઇ CRPFના જવાનોના ચેકીંગ દરમ્યાન સરપંચ લખેલ કારમાંથી રોકડા 18 લાખ મળી આવતા જવાનોએ ગાડીમાં સવાર કચ્છ લાકડીયા ગામના ચાર ઈસમોને ઝડપી પોલીસ, ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્ષને જાણ કરતા ટીમો દોડી આવી હતી અને આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ ક્યાંથી અને શા માટે લઇ જવાતી હતી તે બાબતે તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં પ્રાથમિક પૂછપરછમાં કચ્છના લાકડીયાના શખ્સોઅે ઊંઝા ખાતે માલ વેચીને આવતા હોવાનું જણાવતાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાલમાં રોકડ જપ્ત કરી પૈસા ક્યાંથી લાવ્યા તેનો પુરાવા રજુ કરવા જણાવી તપાસનો દોર માલ ખરીદ કરનાર વેપારી તરફ લંબાવ્યો છે.

સાંતલપુર તાલુકાના પીપરાળા ચેક પોસ્ટ પર મંગળવારે મોડી સાંજે સીઆરપીએફના જવાનો દ્વારા ચેંકીગ હાથ ધરવામાં આવ્યુ હતુ, તે દરમ્યાન મોટરકાર GJ-12-DA-7978 ની તપાસ કરતા અંદરથી 18 લાખ રોકડા મળી આવતા જવાનોએ તાત્કાલીક ચુંટણી વિભાગને જાણ કરી રકમ અને ગાડીમાં સવાર ચાર ઈસમોને બેસાડી દીધા હતા. ઘટનાના પગલે મુખ્ય ચુંટણી અધિકારીની ટીમ બાદ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી રકમ બાબતે તપાસ હાથ ધરી હતીજેમાં કારમાં સવાર શખ્સોઅે રોકડ રકમ જીરાનું વેચાણ કરી લાવ્યા હોવાના ઉંઝા માર્કેટયાર્ડના વેપારીના બિલ રજુ કરતા ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવ્યો હતો જેમાં બીલો સાચા છે કે ખોટા તે અંગે સઘન તપાસણી હાથ ધરવામાં આવી હતી.જોકે અા રકમ ક્યાંથી અને શા માટે લઈને જતા હતા તે બાબતે ઇન્કમટેક્ષ ટેક્ષ દ્વારા કલાકો સુધી તપાસ કર્યા બાદ વેપારી તરફ તપાસનો દોર લંબાવામાં આવ્યો હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/RuzPsAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/m30LawAA

📲 Get Porbandar News on Whatsapp 💬