ચોથા માળેથી ફેંકેલો લોખંડનો દાદર યુવક પર પડ્યો, બ્રેઇન ડેડ થતાં કિડની-લીવર દાન કરાયાં

  |   Suratnews

કતારગામ રામજીનગર સોસાયટીમાં મકાનમાલિક સાથે ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંકતા આરટીઓ એજન્ટનો ભાઈ બાઇક ત્યાંથી પસાર થતો હતો. જેના પર આ દાદર પડતા તેને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ યુવકના અંગોનું દાન કર્યું હતું.

મકાનમાલિક વિષ્ણુ પ્રસાદ પંડયા તથા ભંગારના વેપારી આમીન રજાક શેખની ગંભીર બેદરકારી સામે આવતા કતારગામ પોલીસે પહેલા આઈપીસી કલમ 308 અને 114 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જો કે હવે યુવકનું મોત થતાં 304ની કલમનો ઉમેરો કરવામાં આવશે એવુ પીએસઆઈ એ.બી.મહેરીયાએ જણાવ્યું છે. ઘટનાની વિગત પ્રમાણે સોસાયટીમાં રહેતા વિષ્ણુ પંડયાએ મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું. જે મકાનમાં મકાનમાલિક ભંગારનો સામાન આપવા માટે ભંગારના વેપારી અને અન્ય એક મજૂરને લઈને 15મી તારીખે સવારે આવ્યા હતા. ભંગારના વેપારી સાથે મકાનમાલિકે ટેરેસ પરથી લોંખડનો દાદર નીચે ફેંક્યો હતો. તે સમયે ત્યાંથી આરટીઓ એજન્ટનો ભાઈ જીતેન્દ્ર દેસાઇ(24) ત્યાંથી ઝોમેટોમાં નોકરી પર જવા માટે નીકળ્યો ને દાદર જીતેન્દ્રના માથા પર પડતાં ગંભીર ઈજા થઈ હતી. હિરલ જોષીએ જણાવ્યું કે, 'મારા ભાઈનું મોત થયું છે, અમે જીતેન્દ્રના અંગો પણ અમે ડોનેટ કર્યા છે. જેમાં કિડની, લીવર દાન કર્યા છે. જીતેન્દ્રના મોતની પુષ્ટિ કરવા માટે કતારગામ પોલીસના પીઆઈ ઝેડ.એન.ઘાસુરાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હોસ્પિટલ તરફથી અમારી પાસે જીતેન્દ્રના મોતની કોઈ વર્દી આવી નથી. જેથી મોત થયું છે કે કેમ તે અંગે અમારી પાસે કોઈ જાણકારી નથી.'

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/PO3dMgAA

📲 Get Surat News on Whatsapp 💬