ચોમાસું ગયું છતાં હજી ગટરોનાં ગંદા પાણીની રેલમછેલ

  |   Surendranagarnews

વઢવાણ તા.16 ઓક્ટોમ્બર 2019, બુધવાર

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરનાં અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે છતાં શહેરની મધ્યમાં આવેલ સુભાષ સોસાયટી સહિતના વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં અનેક વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે તેમજ આ ગંદાપાણીની રોગચાળો ફેલાઈ તે પહેલા તંત્ર દ્વારા માંગ ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરનાં સુંદરનગર બનાવવાનું સ્વપ્ન રોળાઈ ગયું હોય તેઓ ઘાટ સર્જાયો છે તેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને ૮૦ ફુટ રોડ પર ઠેરઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગટરોના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યાં છે ત્યારે સુભાષ સોસાયટી અને બ્રહ્મ સોસાયટી વચ્ચે ગટરો ખુલ્લી છે આ ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે ત્યારે આ ગંદા પાણીમાં બાળકો મહિલા અને વૃધ્ધોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે ભરતભાઈ શાહ, ધનેશભાઈ, સુચીતભાઈ સહિતનાઓના જણાવ્યા મુજબ આ રસ્તા પર ગંદા પાણીને લીધે ચોમાસા જેવો માહોલ જોવા મળે છે તેમજ આ રસ્તા પર દેરાસર અને ઉપાશ્રય હોવાથી જૈનલોકોને પરેશાની વેઠવી પડે છે....

ફોટો - http://v.duta.us/hKJI4wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/H5IC5AAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬