છેવટે અભિનય અગ્રવાલ સામે Sgst એ બીજી ફરિયાદ કરી

  |   Suratnews

300 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલાં અભિનય અગ્રવાલ સામે સલાબતપુરા પોલીસ મથકમાં વેટના કાયદા હેઠળ આચરાયેલાં કૌભાંડ અંતર્ગત વધુ એક એફઆઇઆર એસજીએસટી વિભાગે કરી છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ એફઆઇઆર કરવામાં આવી નથી. ' દિવ્ય ભાસ્કર' માં આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ડિપાર્ટમેન્ટ એકશનમાં આવ્યુ છે. આજે કોર્ટ મુદત દરમિયાન એફઆઇઆરની વિગતો રજૂ કરવામાં આવી હતી. દરમિયાન, અભિનય અગ્રવાલની જામીન અરજી પર હવે આગામી 23મી ઓકટોબરના રોજ સુનાવણી થશે.

નોંધનીય છે કે હાલ ચાર કંપનીઓના આધારે રૂપિયા 300 કરોડનું ટ્રાન્ઝેકશન કરીને કરોડો રૂપિયાની આઇટીસી ઉસેટનારા અભિનય અગ્રવાલે અગાઉ વેટના કાયદામાં પણ કૌભાંડ આચર્યું હતુ. રૂપિયા સાત કરોડની ક્રેડિટ ખોટી રીતે લીધી હોવાની એફિડેવિટ પણ કોર્ટમાં કરી હતી. જો કે, આ મામલો ત્રણ વર્ષ જુનો હોવા છતાં તેમાં એફઆઇઆર નોંધવામાં આવી નહતી....

ફોટો - http://v.duta.us/xwxu7AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5Xc7fQEA

📲 Get Surat News on Whatsapp 💬