જૂનાગઢ ભાજપનો નગરસેવક અબ્બાસ કુરેશી અંતે 'પાસા' હેઠળ જેલહવાલે

  |   Junagadhnews

જૂનાગઢ, તા.16 ઓક્ટોમ્બર 2019, બુધવાર

જૂનાગઢમાં પોલીસ પર હુમલો, રબારી સમાજ વિરૂદ્ધ ટિપ્પણી સહિતના મામલે વોર્ડ નં. ૩ વિસ્તારના ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશીને એલસીબી તથા એસઓજીએ 'પાસા' હેઠળ અટક કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતો. ભાજપનાં આ નગરસેવક વિરૂધ્ધા ૯-૯ ગુના નોંધાયેલા છે. આમ છતાં ભાજપે હજુ સુધી તેની પક્ષમાંથી હકાલપટ્ટી કરી નથી. તેનું નગરસેવક પદ પણ યથાવત છે.

થોડા દિવસ પહેલા જૂનાગઢ એ ડિવીઝન પોલીસ ટીમ પોલીસકર્મી પર હુમલો કરનારાને પકડવા સુખનાથ ચોક વિસ્તારમાં ગઈ હતી ત્યારે વોર્ડ નં. ૩ના ભાજપના નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમ કુરેશીએ પોલીસ સાથે ઝપાઝપી કરી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો અને આ વખતે ગાળાગાળી કરી રબારી સમાજ વિશે, અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ અંગેનો વિડીયો વાઈરલ થતા રબારી સમાજે ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશી વિરૂદ્ધ રેલી યોજી કલેક્ટર તથા એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું....

ફોટો - http://v.duta.us/lEXEQQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/jI49JQAA

📲 Get Junagadhnews on Whatsapp 💬