જામનગરમાં મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

  |   Jamnagarnews

જામનગરમાં રણજીતસાગર રોડ પર સરસ્વતી પાર્કમાં એલસીબી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 110 બોટલ સાથે બે શખ્સોને પકડી પાડયા હતા.પોલીસે દારૂ અને બાઇક સહીત રૂ.74 હજારની માલમતા કબજે કરી પકડાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરતા દારૂના સપ્લાયરનુ નામ ખુલ્યુ છે.

જામનગરમાં એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. કે.કે.ગોહીલની સુચનાથી પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન સ્ટાફના મિતેશ પટેલ અને અશોકભાઇ સોલંકીની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે રણજીતસાગર રોડ પર સરસ્વતી પાર્કમાં પ્રવિણ ગોવિંદભાઇના મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળાએ અંદરથી દારૂની 110 બોટલ મળી આવી હતી. આ સ્થળ પરથી પોલીસે મકાનધારક પ્રવિણ ઉપરાંત પરસોતમ ઉર્ફે પસો શંભુભાઇ મંગેને પકડી પાડી રૂ.44 હજારની કિંમતનો દારૂ અને બાઇક સહીત રૂ.74 હજારની માલમતા કબજે કરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/SCrmqgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬