જામનગરમાં મહિલા પોલીસ કર્મીના મૃત્યુમાં આરોપી તબીબને તાકીદે પકડો

  |   Jamnagarnews

જામનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહીલા પોલીસ કર્મીના સીઝેરીયન બાદ મૃત્યુના પ્રકરણમાં પોલીસે તબીબ સામે ગુનો નોંધ્યા બાદ હજુ સુધી આરોપી તબીબ પોલીસ પકડથી દુર હોવાથી તેને તાકીદે પકડી પાડવા માટે ભોગગ્રસ્તના પતિ સહીતના પ્રતિનિધિમંડળે રેન્જ આઇજી સહીત ઉચ્ચ સતાવાળાને આવેદન પાઠવી માંગણી કરી છે.

જામનગરમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કોમલબેન પરમારને પ્રસૂતિ અર્થે ટાઉન હોલ વિસ્તારમાં ડો.ઉજજવલા સાઠયેની સંકલ્પ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં સિઝેરીયન ઓપરેશન બાદ તબીયત લથડતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ અને પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ તબીબી બેદરકારીનુ તારણ દર્શવાયુ હતુ.

આ બનાવ અંગે ભોગગ્રસ્તના પતિ રોહિતભાઇ પરમારની ફરીયાદ પરથી પોલીસે તબીબ સામે આઇપીસી કલમ 304 મુજબ ગુનો નોંધાયો હતો. જોકે,આ બનાવ બાદ હજુ સુધી આરોપી પોલીસ પકડથી દુર હોવાનુ બહાર આવ્યુ છે.આ સંજોગોમાં પોલીસ દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરીને આરોપી તબીબની તાકીદે ધરપકડ કરવાની માંગ સાથે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ સતાવાળાને ભોગગ્રસ્તના પતિ સહિતના પ્રતિનિધિ મંડળે આવેદન પાઠવ્યુ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/oLvTXAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬