જિલ્લામાં 36 અરજદારો સામે માત્ર 10 ઈ-સ્ટેમ્પિંગના લાયસન્સ ઈશ્યુ કરાયા

  |   Porbandarnews

પાટણ જિલ્લામાં ઈ સ્ટેમ્પિંગના લાઈસન્સ માટે સ્ટેમ્પ વેન્ડરો,નોટરી વાળા અને સીએસસીઓ એ અરજીઓ કરી હતી જેમાંથી હાલમાં ફક્ત 10 લોકોને જિલ્લામાં લાઇસન્સ મંજુર કરવામાં આવ્યા છે જેમાં આઠ સ્ટેમ્પ વેન્ડરોએ લાઇસન્સ માટે અરજીઓ કરી હતી જેમાંથી ફક્ત એક જ સ્ટેમ્પ વેન્ડરને લાઇસન્સ આપવામાં આવ્યું છે જેમને સેન્ટર શરૂ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા તાલીમ આપી સત્વરે સેન્ટરો શરૂ કરવા અપીલ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા વેન્ડરો અને સરકારી કચેરીમાં વેચાતા વેચાતા સ્ટેમ્પ બંધ કરી ઓનલાઇન સ્ટેમ્પનું વેચાણ કરવા માટે ઈ સ્ટેમ્પિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇસ્ટેમ્પિંગ વેચાણ માટે લાઇસન્સ માટે વેન્ડરો ,નોટરીવાળા અને સીએસસી કરતા લોકોને સૂચના આપવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લામાં માંથી કુલ લાઇસન્સ માટે કુલ 36 અરજીઓ સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં આવી હતી જેમાંથી કમિશ્નર દ્વારા 36 માંથી 32 અરજીઓ મંજુર રાખી તે પૈકી પ્રથમ તબક્કે 10 અરજદારોના ઈ સ્ટેમ્પિંગ સેન્ટર માટેના લાઇસન્સ મંજુર કરવામાં આવ્યા છે તેમજ મંજુર થયેલ બાકી 22 અરજીઓના અરજદારોને કાર્યવાહી પૂર્ણ થતા લાઇસન્સ મંજુર કરવામાં આવશે હાલમાં લાઇસન્સ મંજુર થયેલ ધારકોને સેન્ટર શરૂ કરવા માટે પાટણ સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી એક સપ્તાહમાં સેન્ટરો શરૂ કરવા અપીલ કરાઈ હતી તેવું સ્ટેમ્પ ડ્યુટી કચેરી અધિક્ષક નિલેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું .

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/r8tXowAA

📲 Get Porbandar News on Whatsapp 💬