ટ્રાન્સપોર્ટ વાહનોના લાઈસન્સ માટે ધો-8 પાસની લાયકાત રદ: રાજ્ય વાહન વ્યવહાર કમિશનર

  |   Gujaratnews

રાજ્યમાં લાઇસન્સ મેળવવા માટે ધોરણ-8 પાસ ફરજીયાત સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રુલ્સ 1989ના નિયમ -8ને રદ કરવામાં આવ્યો છે. હવે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ધોરણ-8ની માર્કશીટ કે શૈક્ષણિક કોઇ પણ લાયકાતની જરુર રહેતી નથી. જેના કારણ જે ન ભણેલા લોકો લાઇસન્સ મેળવી ડ્રાઇવીંગની નોકરી મેળવવી ગુજરાન ચલાવવા ઇચ્છતા હતા તે લોકો પરેશાન થઇ ગયા હતા. આમ હવે ઓછુ કે નહી ભણેલા લોકો માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવાનો રસ્તો ખુલી ગયો છે.

રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી રાજ્યના તમામ આરટીઓને જાણ કરી હતી કે, અગાઉના સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ 1989ના નિયમમા સુધારો કરવામાં આવ્યો છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના ગત મહિનાના નોટીફીકેશનની નકલ પણ મોકલી આપી છે. સુધારના નોટીફીકેશનથી સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રુલ્સના નિયમ-8ને રદ કરવામાં આવ્યો છે. એટલે કે, ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના ડ્રાઇવીંગ લાઇસન્સના હેતુ માટે હવે ધો-8પાસની શૈક્ષણીક લાયકાતની જરુરત નથી....

ફોટો - http://v.duta.us/2FmHrAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/oCqv_gAA

📲 Get gujaratnews on Whatsapp 💬