ટ્રાફિક નિયમનો ભંગ કરનાર બિલ્ડર પુત્રની 2.44 કરોડની જેગુઆર સ્પોર્ટસ કાર ડિટેઇન

  |   Gujaratnews

વલસાડના જુજવા ગામના બિલ્ડરના પુત્રને નવો મોટર વ્હિકલ એક્ટ ભારે પડી ગયો છે. વલસાડ સિટી પોલીસે તિથલરોડ વિસ્તારમાંથી ભારે અવાજ સાથે પસાર થતી રૂ. 2.44 કરોડની કિંમતની નંબર પ્લેટ વગરની મોંઘીદાટ સ્પોર્ટ્સ કારને અટકાવીને કારચાલક યુવાન પાસેથી કારના અધિકૃત દસ્તાવેજોની માંગણી કરતા, દસ્તાવેજો રજૂ થયા ન હતી. આખરે પોલીસે લકઝરીયસ જેગુઆર સ્પોટ્ર્સ કાર કબજે લઇ કારચાલક યુવાનને આર.ટી.ઓ.નો મેમો આપ્યો હતો.

વલસાડ સિટી પીઆઇ એસ.જે. દેસાઈ સહિતની ટીમે બુધવારે સાંજે તિથલરોડ પર જૂના જકાતનાકા પાસે હાથ ધરેલી વાહન ચકાસણીની કવાયત દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી એક નંબર વિનાની, લાલ રંગની મોંઘીદાટ જેગુઆર સ્પોર્ટ્સ કારના સાઇલેન્સરમાંથી ભારે અવાજ આવતો જણાયો હતો. તેથી પોલીસે તે કારને અટકાવીને, કાર હંકારી રહેલા મુન બિપીનભાઈ પટેલ (રહે. જુજવા, તા. વલસાડ) પાસેથી કારના નંબર પ્લેટ સહિતના દસ્તાવેજોની માંગણી કરી હતી. યુવાન પાસેથી લર્નિંગ લાઇસન્સ સિવાય અન્ય કોઈ દસ્તાવેજો મળી ન આવતા, પોલીસે મોંઘીદાટ કાર ડિટેઇન કરી કારચાલકને આરટીઓ મેમો ફટકાર્યો હતો....

ફોટો - http://v.duta.us/WqElDgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/td_h6gAA

📲 Get gujaratnews on Whatsapp 💬