ઠાકોર સમાજનાં સંમેલનમાં અલ્પેશના ટેકેદારોએ મચાવી લૂંટ, તેલ-ઘીના ડબા લૂંટી ગયા

  |   Gujaratnews

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર સમી તાલુકાના વરાણા ગામે કોંગ્રેસે બુધવારે મોડી સાંજે ઠાકોર સમાજનું સંમેલન યોજ્યું હતું. પેટા ચૂંટણીના જંગમાં છેલ્લી ઘડીના આ ચૂંટણી પ્રચાર સમયે જ કોંગ્રેસના સંમેલનમાં અલ્પેશ ઠાકોરના સમર્થકો ઘૂસી આવ્યા હતા અને લાકડીઓ-ધોકા વડે મારામારી કરીને ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું.

અલ્પેશ ઠાકોરના સમર્થકોની લુખ્ખાગીરીને પગલે સભામાં અફરાતફરી મચી ગઈ હતી. ઠાકોર સેનાના આગેવાનો જ કહે છે કે, હુમલામાં અલ્પેશના સમર્થક જયેશ ઠાકોર અને તેના સાગરિતો સામેલ હતા, આ સંદર્ભેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલ્પેશના ટેકેદારો રસોઈની જગ્યાએથી તેલ-ઘીના ડબા પણ લૂંટી ગયા હતા.

વિધાનસભાની પેટા ચૂંટણી માટે 21મી ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, મતદાનને ગણતરીના દિવસો બાકી રહેતાં ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીનું પ્રચાર તેજ બનાવ્યું છે. ઘટના સ્થળે હાજર એક રસોયાએ જણાવ્યું કે, 100 જેટલા લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું અને લાકડી-ધોકા વડે મારામારી કરી હતી....

ફોટો - http://v.duta.us/1muSYQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6hc_GgAA

📲 Get gujaratnews on Whatsapp 💬