ડીપીટીમાં 300 ફોર્મનો 2 દિ'માં ઉપાડ

  |   Kutchhnews

દીન દયાળ પોર્ટ ટ્રસ્ટમાં કામદાર સંગઠનો માટેની વેરિફિકેશન માટેની પ્રક્રિયા ગઇ કાલથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને કર્મચારીઓમાં હાલ આ એક જ મુદ્દો ચર્ચાના એરણે ચડેલો છે. ચાર પૈકી કયું સંગઠન વધુને વધુ સભ્યો કરીને મેદાન મારી જાય છે તે અંગે અટકળબાજીઓ પણ થઇ રહી છે. બે દિવસમાં 300 જેટલા ફોર્મનો ઉપાડ થઇ ચૂક્યો છે. ગુરૂવારે ફોર્મ ઉપાડવાનો છેલ્લો દિવસ છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી કેપીટી પ્રશાસન દ્વારા શિપિંગ મંત્રાલયમાં સંગઠનોના સભ્યોની નોંધણીની માહિતી મોકલવામાં આવશે. જેના આધારે ભ‌વિષ્યમાં લેબર ટ્રસ્ટી સહિતની વરણી માટે પણ નોંધનીય કામગીરી થઇ શકશે. હાલ તો કંડલા પોર્ટ જ નહીં એઓ બિલ્ડીંગ અને વાડીનારમાં પણ કર્મચારીઓમાં દોડધામ ચાલુ રહી છે અને સંગઠનોના નેતાઓ તેના સમર્થકો સાથે વધુને વધુ ફોર્મ ભરાવવાની પ્રક્રિયામાં રચ્યાપચ્યા રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/KLnReQAA

📲 Get Kutchh News on Whatsapp 💬