નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ કાર્યક્રમ 22મીએ

  |   Amrelinews

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જે 22મીએ બાલભવન ખાતે યોજાશે. બાલભવન ખાતે યોજાય રહેલા આ કાર્યક્રમમાં 10 થી 14 વર્ષના જુનીયર ગૃપ અને 14 થી 17 વર્ષના સીનીયર ગૃપની બે ટીમ ભાગ લઈ શકશે. જેના માટે જિલ્લાની શાળાઓના બાળકો ભાગ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે માહિતી મોકલી આપવાની રહેશે. આ કાર્યક્રમ સ્વચ્છ હિરાયાળુ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના નવીનીકરણ વિષયો પર યોજાશે. જેમાં ઈકોસિસ્ટમ અને ઈકોસીસ્ટમ સેવા, આરોગ્ય, સ્વાસ્થ્યશાસ્ત્ર અને સ્વચ્છતા, કચરામાંથી સંચાર, સમાજ, સંસ્કૃતિ, આજીવિકા અને પરંપરાગત જ્ઞાન પ્રણાલી વિષય પર યોજાશે. અહીની વધુ માહિતી માટે લોક વિજ્ઞાન કેન્દ્રના નિલેષભાઈ પાઠકનો સંપર્ક કરવાનો રહેશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/mOOeSAAA

📲 Get Amreli News on Whatsapp 💬