પડોશમાં જ રહેતા બે સગીર ભાઈઓનો કિશોરી પર ગેંગરેપ

  |   Suratnews

શહેરમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી ઘરમાં એકલી હતી એ વખતે પડોશમાં રહેતા બે સગીર ભાઈઓએ તેના પર ગેંગરેપ કર્યો હતો. આ ઘટના અંગે જે-તે વખતે કિશોરીએ માતાને વાત કરી હતી. જોકે, પિતા વતનમાં ખેતીકામ માટે ગયા હોવાથી આ અંગે પાંડેસરા પોલીસમાં બે મહિના બાદ ગઈ 15મી તારીખે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે 17 વર્ષના કિશોર અને તેના 14 વર્ષના સગીર ભાઈની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. કિશોરીના પિતા 28મી જુલાઈએ વતન ગયા હતા. ત્યાર બાદ ઘરે કિશોરી તેની માતા અને 6 વર્ષના નાના ભાઈ સાથે રહેતી હતી. દરમિયાન ગઈ 20મી ઓગસ્ટેએ કિશોરીની માતા નોકરીએ ગઈ હતી. ઘરે કિશોરી અને તેનો નાનો ભાઈ હતાં. દરમિયાન પડોશમાં રહેતા 14 વર્ષના કિશોરે સગીરાના ઘરે આવી તેના નાના ભાઈને બહાર રમવા મોકલી દરવાજો અંદરથી બંધ કરી સગીરા પર રેપ કર્યો હતો. આ ઘટના પછી સગીરા રડતી હતી તે વખતે 14 વર્ષના કિશોરના મોટા ભાઈએ આવી તેને કપડાં પહેરાવ્યાં હતાં. ત્યાર પછી સગીરા પર મોટા ભાઈએ દાનત બગાડી રેપ ગુજાર્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vyH0hwAA

📲 Get Surat News on Whatsapp 💬