પોરબંદરમાં લાંચ ન લેવા કે ન સ્વીકારવા અંગે શપથ લેવાયા

  |   Porbandarnews

પોરબંદર શહેરમાં આવેલ વીજે મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીની બહેનો અને સ્ટાફ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતના અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી ઈમાનદારી એક જીવનશૈલીની થીમ પર કરવામાં આવી હતી.

વિજિલન્સ જાગૃત સપ્તાહના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વી જે મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર રાકેશ ગુપ્તા સહિતની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રામાણિકતા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. જીવનના દરેક ક્ષેત્રમાં સંભાવના અને કાયદાના નિયમોનું પાલન કરવા તેમજ લાંચ ન આપવી ન લેવી તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના સેક્રેટરી ફારૂક સૂર્યા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ એક કવિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનેલ વિદ્યાર્થિની બહેનોને સન્માનિત કરાયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/wURRtAAA

📲 Get Porbandar News on Whatsapp 💬