પાલનપુરમાં રામજન્મભૂમિના પક્ષકાર રવિશંકરનું આગમન

  |   Palanpurnews

રામજન્મભૂમિના પક્ષકાર અને દુનિયાના 162 દેશોમાં આર્ટ ઓફ લિવિંગના કેન્દ્રો ચલાવતા શ્રી શ્રી રવિશંકર પાલનપુરમાં 30 હજારથી વધુ અનુયાયીઓની ઉપસ્થિતિમાં વાઘબારસ ના દિવસે મહાલક્ષ્મી પૂજન કરશે.

38 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગના નામે શ્રી શ્રી રવિશંકર દ્વારા શરૂ કરાયેલા તાલીમ કેન્દ્રો આજે દુનિયાના 162 ઉપરાંત દેશોમાં ધમધમે છે. 38 વર્ષ બાદ પાલનપુરમાં તારીખ 25 ઓક્ટોબર-19 વાઘ બારસના દિવસે સમગ્ર જિલ્લાના 30 હજાર ઉપરાંત અનુયાયીઓની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે શ્રી શ્રી રવિશંકર દ્વારા મહાલક્ષ્મી પૂજન કરાશે. આ અંગે એચ.એમ. પરિવારના રમેશભાઇ કર્ણાવતે જણાવ્યું હતું કે 38 વર્ષમાં પ્રથમવાર રવિશંકરજી પાલનપુરમાં 30 હજારથી વધુ અનુયાયીઓન હાજરીમાં મહાલક્ષ્મી પૂજન કરશે.જેનો મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય અને લોકો આનંદ ઉત્સાહથી રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના અનુયાયીઓ આયોજન કર્યું છે.'

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/akpXRAAA

📲 Get Palanpur News on Whatsapp 💬