ફરિયાદ / જૂનાગઢનાં ખોરાસામાં ગામના જ શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું, માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

  |   Rajkotnews

સગીરાએ આપવિતી વર્ણવતા તેની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગામનો જ શખ્સ ફસાવીને રાત્રે ઘરે લઇ જઇ દુષ્કર્મ આચરી સવારે મૂકી ગયો

જૂનાગઢ:ચોરવાડ તાબેના ખોરાસા ગામના એક શખ્સે ગામની જ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી રાત્રિનાં સમયે તેને ઘરેથી લઇ જઇ દુષ્કર્મ આચરી બાદમાં સવારે ઘેર પરત મૂકી ગયો હતો. બનાવ અંગે સગીરાની માતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સગીરાની માતાએ ચોરવાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, ચોરવાડ તાબેનાં ખોરાસાના હિતેષ બુધા પંડિત નામના શખ્સે ગામની જ એક 15 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ગત તા. 13ની રાત્રે 12:30 વાગ્યે તે સગીરાને બદકામ કરવાના ઇરાદે લલચાવીને લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચરી વહેલી સવારે 4 વાગ્યે પાછો મૂકી ગયો હતો. સગીરાએ ઘરના લોકોને પોતાની આપવીતી વર્ણવતા તેની માતાએ હિતેષ સામે ચોરવાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે....

ફોટો - http://v.duta.us/T2dXEwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/tDUmuQAA

📲 Get Rajkot News on Whatsapp 💬