ફ્લોર મિલ ચલાવતા યુવાન પર બેનો હુમલો

  |   Rajkotnews

શહેરના મોટામવા ગામે રહેતા નિલેશ સવજીભાઇ ધામેલિયા નામના યુવાને મુન્નો ભરવાડ અને કાના ભરવાડ સામે માર મારી ઇજા પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવાનની નાનામવા રોડ, ભીમનગર સર્કલ પાસે ફ્લોર મિલ આવેલી છે, જ્યારે ઉપરોક્ત આરોપીની બાજુમાં જ ચાની દુકાન આવેલી છે. આરોપીઓને પાણીના ભાવે દુકાન પડાવવી હોય છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન કરે છે. દરમિયાન ફ્લોર મિલમાં મહિલાઓ આવતી હોય અને ચાની દુકાને આવતા લોકો ગાળાગાળી કરતા હોય આ મુદ્દે વાત કરી હતી. જેનો ખાર રાખી ભરવાડ બંધુએ મંગળવારે બપોરે આવી ઝઘડો કરી તમાચા માર્યા હતા. બાદમાં બંને ઢસડીને કોમ્પ્લેક્સના પાર્કિંગમાં લઇ ગયા હતા. અહીં પણ પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/PGz02wAA

📲 Get Rajkot News on Whatsapp 💬